ગુજરાતી પ્રશ્નોતરી ભાગ - 4

1. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે ?-કચ્છ
2. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધારે વૃક્ષો છે ?-ગાંધીનગર
3. વડોદરા જિલ્લાના તડવી આદિવાસીઓનું લોકનૃત્ય કયું છે ?-માંડવાનૃત્ય
4. હાથબ કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ?-ભાવનગર
5. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામ શું છે ?-વીર નર્મદ યૂનિવર્સિટી
6. અલિયાબેટ અને પીરમબેટ ક્યાં આવેલા છે ?-ખંભાતના અખાતમાં
7. ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે ?-સુરેન્દ્રનગર
8. બનાસકાંઠા જિલ્લામાંનો કાંકરેજ તાલુકો શેના માટે જાણીતો છે ?-ગાયો માટે
9. જૂનાગઢ જિલ્લામાંથી કયો જિલ્લો બનાવામાં આવ્યો છે ?-ગીર સોમનાથ
10. તુલસીશ્યામ વિહારધામ કયા જિલ્લામાં છે ?-જૂનાગઢ
11. ગુજરાતનો પ્રસિદ્ધ પલ્લીનો મેળો ક્યાં ભરાય છે ?-રૂપાલ (ગાંધીનગર પાસે )
12. વૃંદાવન ફિલ્મ સ્ટુડીઓ ક્યાં આવેલો છે ?-ઉમરગામ (વલસાડ)
13. મંજીરા નૃત્ય કયા લોકોનું જાણીતું નૃત્ય છે ?-પઢાર લોકોનું
14. કયા ખનિજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાખંડમાં પ્રથમ સ્થાને છે ?-ફ્લોરસ્પાર
15. સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ કયા જિલ્લામાં છે ?-મોરબી
16. ‘સોમદભવા’ તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ?-નર્મદા
17. દાંતીવાડા યોજના કઈ નદી પર છે ?-બનાસ
18. નવાગામ શા માટે પ્રખ્યાત છે ?-નર્મદાબંધ માટે
19. સૂડી અને ચપ્પુ માટે કયુ સ્થળ વખણાય છે ?-અંજાર
20. સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?-જામનગર
21. પાટણ કઈ નદીના કિનારે આવેલું છે ?-સરસ્વતી
22. વલસાડ કઈ નદીના કિનારે આવેલુ છે ?-ઔરંગા
23. ભરૂચ જિલ્લામાં કયા સ્થળે ગરમ પાણીના કુંડ આવેલા છે ?-કાવી
24. ગુજરાતનું કયું શહેર સફેદ ક્રાંતિ માટે પ્રખ્યાત છે ?-આણંદ
25. મેશ્વો નદી પર બંધ બાંધવાથી તૈયાર થયેલ સરોવર કયા નામે ઓળખાય છે ?-શ્યામ સરોવર
26. કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલુ છે ?-કચ્છ જિલ્લામાં
27. દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ કયા નામે ઓળખાય છે ?-જેસોરની ટેકરીઓ
28. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડે છે ?-વલસાડ
29. અટિરા શું છે ?-કાપડ ઉદ્યોગની સંશોધન સંસ્થા
30. ખંભાતના અખાતમાં કયા બેટ છે ?-અલિયાબેટ અને પીરમબેટ
31. ગુજરાતના કયા સ્થળે દર અઢાર વર્ષે કુંભમેળાનું આયોજન થાય છે ?-ભાડભૂત
32. ગુજરાતનું કયું બંદર મત્સ્યબંદર તરીકે ઓળખાય છે ?-વેરાવળ
33. ગુજરાતનું કયું મંદિર કર્કવૃત્ત પર આવેલું છે ?-મોઢેરાનું સૂર્યમંદિર
34. આરાસુરના ડુંગરો પૈકી સૌથી ઊચો ડુંગર કયો છે ?-જેસોર
35. ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ?-વલસાડ
36. ગુજરાતનું રાજ્યપંખી કયું છે ?-સુરખાબ
37. ઓઈલ એન્જિન ઉદ્યોગ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?-રાજકોટ
38. વાડીનાર બંદર કયા જીલ્લામાં આવેલું છે ?-દેવભૂમિ દ્વારકા
39. ચાંદોદ કઈ નદીના કિનારે છે ?-નર્મદા
40. ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?-મીઠાના ઉત્પાદન માટે
41. મોરબી શહેર કઈ નદીના કિનારે આવેલું છે ?-મચ્છુ
42. પારસીઓના કાશી તરીકે કયું શહેર જાણીતું છે ?-ઉદવાડા (વલસાડ જિલ્લો)
43. ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે ?-ડાંગ
44. ભાડ ભૂતેશ્વર મહાદેવ મંદિર કયા જિલ્લામાં આવેલું છે ?-ભરૂચ
45. ગુજરાતમાં સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયા છે ?-ઊંઝા
46. ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે આવેલું છે ?-હરણાવ
47. સુકભાદર નદી કયાથી નીકળે છે ?-ચોટીલા પાસેના ડુંગરમાંથી
48. સૌરાષ્ટ્રની કઈ નદી અંત:સ્થ (કુમારિકા) ગણાય છે ?-મચ્છુ
49. ગુજરાતનું મુખ્ય વિજમથક ધુવારણ કયા જિલ્લામાં આવેલું છે ?-આણંદ જિલ્લો
50. બેડી બંદર કયા જિલ્લામાં આવેલું છે ?-જામનગર

No comments:

Post a Comment