*BUDGET 2019*
➡તમાકુ પર એક્સાઈઝ ડ્યુટી હવધી
➡મેક ઈન ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે અમુક પ્રોડક્ટ્સની કસ્ટમ ડ્યુટીમાં વધારો કરાશે
➡સોના-ચાંદીની આયાત મોંઘી : વિદેશમાંથી દેશમાં આયાત થતી સોના-ચાંદીની કસ્ટમ ડ્યૂટી 10%થી વધારીને 12.5% કરવામાં આવી.
➡પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં લિટરદીઠ 1 રૂપિયાનો વધારો
➡ડિફેન્સ સેક્ટરને બુસ્ટર ડોઝઃ ઇક્વિપમેન્ટની આયાત પરની કસ્ટમ ડ્યૂટી નાબૂદ
વિદેશથી આયાત કરાયેલી પુસ્તકો ઉપર 5 ટકા ડ્યૂટી લાગશે
➡બજેટ Live :રૂ.5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
➡5 કરોડથી વધુ આવક પર 7% સરચાર્જ
➡વાર્ષિક 2થી 5 કરોડની આવકના સ્બેલમાં પણ સરચાર્જમાં 3 ટકાનો વધારો
➡દેશના ઘનાઢ્યો પર પરનો ટેક્સ સરચાર્જ વધ્યો
વાર્ષિક રૂ.2 કરોડથી વધારાની આવક ઉપર સરચાર્જ વધ્યો
➡નાના દુકાનદારોને ઓનલાઇન પેમેન્ટ ઉપર નહીં મળે છુટછાટ/ રાહત
➡1 કરોડથી વધુના કેશ વિડ્રોલ પર લાગશે ટેક્સ : રોકડથી ડિજિટલ ભારત તરફ વધી રહેલ દેશમાં હવે 1 કરોડથી વધુની રોકડ ઉપાડ પર ભરવો પડશે 2% TDS
➡રીટર્ન ભરવા હવે આધાર કાર્ડનો પણ વિકલ્પ: અત્યાર સુધી માત્ર ઈન્કમટેક્સ રીટર્ન ભરવા માટે પાનકાર્ડ જરૂરી હતુ પરંતુ, હવે આધાર કાર્ડ થકી પણ IT રીટર્ન ફાઈલ કરી શકાશે.
➡લોનના વ્યાજમાં પણ રાહત: 45 લાખ સુધીના ઘર પર મળશે 1.50 સુધીની વ્યાજમુક્તિ
➡લોનના વ્યાજમાં પણ રાહત: અફોર્ડેબલ હાઉસિંગ માટે હવે 3.5 લાખ સુધીના વ્યાજમાંથી મુક્તિ.
12:46 PM
સ્ટાર્ટઅપ્સને એજન્સ ટેક્સમાં મોટી રાહત
➡સ્ટાર્ટઅપ્સને આઇટી વિભાગની કનડગત થશે નહીં,
સ્ટાર્ટઅપ્સનું આઇટી સ્ક્રુટિની નહીં થાય
સ્ટાર્ટઅપ્સ સામેના આઇટી વિભાગના કેસોની ઝડપી પતાવટ થશે
➡કોર્પોરેટ ટેક્સમાં રાહત :
રૂ. 400 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવાતી કંપનીઓ માટે 25% કોર્પોરેટ ટેક્સ ભરવો પડશે.
➡ઇલેક્ટ્રીક વ્હિકલ પરનો ટેક્સ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો
ઇ-વાહન ખરીદવા રૂ.દોઢ લાખ સુધીની વ્યાજ સહાય
➡કોર્પોરેટ ટેક્સમાં રાહત :
દેશમાં 400 કરોડથી ઓછી આવક ધરાવતી કંપનીઓ કુલ કંપનીઓના 99.3% એટલેકે હવે માત્ર 0.70% કંપનીઓને ચૂકવવો પડશે 30% ટેક્સ.
➡બજેટ Live : એર ઇન્ડિયાને વેચવાની પ્રકિયા ફરી શરુ કરાશે
➡ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ 3.3 ટકા જેટલું થઇ શકે છે..
➡નેત્રહીનો માટે રૂ.5 અને 10નાં નવા સિક્કા બનશે
➡સીધા વેરાની વસૂલાતમાં 78 ટકાનો વધારો
➡દેશનાં કરદાતાઓનો મોદી સરકારે આભાર માન્યો
➡નેશનલ પેન્શન સ્કીમને PFRDAથી અલગ કરાઇ
➡વિદેશી દેવું વધારવાની યોજના : વિદેશી દેવાનો જીડીપી સાથેનો રેશિયો 5%થી ઓછો છે
➡20 રૂપિયાની મૂલ્યના નવા ચલણી સિક્કા બહાર પડાશે
➡મહિલા સ્વંય સહાયતા સમૂહ યોજનાને દેશનાં દરેક જિલ્લામાં શરુ કરવામાં આવશે
➡ભારત વિદેશી બજારમાંથી દેવું ઉભું કરશે :
દેશની સ્થિતિ સુધારવા વિદેશી માર્કેટમાંથી સસ્તા દરે ઋણ એકત્ર કરવાની યોજના બનાવી
➡મહાત્મા ગાંધીનાં મૂલ્યોથી યુવાઓને અવગત કરાવવા માટે ગાંધીપીડિયા તૈયાર કરાશે
➡2019-20 માટે વિનિવેશનો લક્ષ્યાંક વધાર્યો :
સરકારે બજેટમાં સરકારી કંપનીઓમાં હિસ્સો વેચીને 1 લાખ કરોડ એકત્ર કરવાની યોજના બનાવી.
➡2019-20 માટે વિનિવેશનો લક્ષ્યાંક 1 લાખ કરોડનો અંદાજ :
અંતરિમ બજેટમાં આ લક્ષ્યાંક 80,000 કરોડ હતો
➡બેંકોનાં NPAમાં રૂ.1 લાખ કરોડનો ઘટાડો
➡પીએસયુ કંપનીઓમાં સરકારનું શેરહોલ્ડિંગ 51 ટકાની નીચે લઇ જવાશે
સરકારી બેન્કોની સંખ્યા ઘટાડીને 8 કરાશે
➡મૂળભૂત સુવિધાઓનાં વિકાસ માટે કેન્દ્ર સરકાર આવતાં 5 વર્ષમાં રૂ.100 લાખ કરોડનું રોકાણ કરશે
➡NBFCને પણ બૂસ્ટર ડોઝ : બેંકો અને MFને સહકાર આપવા સરકારનો હાંકલ
➡NBFCને પણ બૂસ્ટર ડોઝ :
PSU બેંકોને મજબૂત NBFCને સપોર્ટ આપવા છ માસની ક્રેડિટ ગેરન્ટી આપવાની છુટ મળી આપી.
➡NBFCની રેગ્યુલેટરી ઓથોરિટી બદલાશે :
NBFC સેક્ટરની સ્થિતિ સુધારવા હવે તેનું સંચાલન નેશનલ હાઉસિંગ બોર્ડ નહિ પરંતુ, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કરશે
➡ખેલો ઇન્ડિયા સ્કીમ હેઠળ નેશનલ સ્પોર્ટ્સ એજ્યુકેશન બોર્ડની શરૂઆત કરાશે
➡બેંકોમાં સરકાર ઠાલવશે 70,000 કરોડ : બજેટમાં મોદી સરકારે સરકારી બેંકોને મજબૂત બનાવવા 70,000 કરોડ આપવાની જાહેરાત કરી
➡2019-20માં ચાર નવા દૂતાવાસ શરુ કરાશે
➡બેન્કોએ IBC હેઠળ રૂ.4 લાખ કરોડની રિકવરી કરી
બેન્કોની એનપીએમાં 1 લાખ કરોડનો ઘટાડો
➡પારંપરિક ઉત્પાદનો અને કારીગરોને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડવા માટે મિશન શરુ કરાશે
➡જનધન અકાઉન્ટ ધારક મહિલાઓને 5000 રૂપિયા સુધી ઓવરડ્રાફટની છૂટ આપશે સરકાર
➡NRIને મળશે આધાર કાર્ડ
NRIને ભારત આવશે ત્યારે તાત્કાલિક મળશે આધાર કાર્ડ
➡મુદ્રા યોજના હેઠળ મહિલાઓને ધિરાણ માટે રૂ.1 લાખ કરોડ ફાળવ્યા
મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રૂપને વ્યાજમાં છૂટછાટ
મહિલાઓને મળશે રૂ.5000ની વ્યાજ સબસિડી
➡ઉજ્જવલા સ્કીમે ભારતને ઉજ્જવળ બનાવ્યું :
આ સ્કીમ હેઠળ 35 કરોડ બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજનાથી જનતાના 18,341 કરોડની બચત થઈ છે.
➡મહિલા સશક્તિકરણ માટે કમિટી બનશે
નારી તુ નારાયણને પ્રોત્સાહનઃ સિતારમન્
મહિલાઓની ભાગીદારી અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ
➡સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્કીમ હેઠળ હવે મહિલાઓ, અનુસુચિત જાતિ, જનજાતિને પણ મળશે બહોળો લાભ
➡નવી શિક્ષણ નીતિ રજૂ થશે
ભારતીય ઊચ્ચ શિક્ષણ આયોગની સ્થાપના કરાશે
રમત-ગમતના વિકાસ માટે નવા વિભાગની રચના કરાશે
➡બજેટ લાઈવ : સરકારે સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્કીમને 2025 સુધી લંબાવાની જાહેરાત કરી
➡બજેટ Live : ખેલો ભારત યોજનાને આગળ વધારવામાં આવશે
➡ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને રૂ.400 કરોડની મદદ કરશે કેન્દ્ર સરકાર
➡સ્ટાર્ટઅપ્સ માટે નવા ટીવી પ્રોગ્રામ-ચેનલ શરૂ કરાશે
સ્ટાર્ટઅપ્સ માટેના ટેક્સ મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે
➡વિદેશી વિધાર્થીઓ માટે સ્ટડી ઈન ઇન્ડિયા પ્રોગ્રામ : સિતારામન
➡શ્રમ કાયદામાં ફેરફારની વાત ફરી બજેટમાં : ગત વર્ષે જ તૈયાર થયેલ શ્રમ કાયદાના એકત્રીકરણના મુદ્દાને ફરી નિર્મલા સીતારમણે આજે બજેટમાં રજૂ કર્યો
➡નાણામંત્રીએ કહ્યું કે અમારી સરકારે લેબર લોમાં મોટા ફેરફાર કરીને તેને માત્ર 4 અલગ-અલગ કોડમાં એકત્ર કર્યા છે
➡રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું નિર્માણ કરાશે
➡ભારત બન્યું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્તિ માટેનું મોટું કેન્દ્ર
વિશ્વની ટોપ-200 શૈક્ષણિક સંસ્થાઓમાં ભારતની 3 સંસ્થાઓનો સમાવેશ
વિતેલા 5 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે થયા નોંધપાત્ર સુધારા
➡ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ લાવવામાં આવશે
➡1,25,000 કિલોમીટરનાં રોડ નેટવર્કને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અપગ્રેડ કરાશે
11:57 AM
નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની થશે રચના, સંશોધનોને અપાશે પ્રોત્સાહન
➡સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવા સરકાર પ્રતિબદ્ધ : સિતારામન
➡ઈસરોની મદદ અને અભિયાનોને આગળ વધારવા માટે ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના કરાશે
➡ઝીરો બજેટ ખેતી પર ભાર મુકાશે
➡વ્યાપાર સમાચારની વાત સાચી પડી : કહ્યું હતુ કે બજેટથી વધુ આશા ન રાખવી, શેરબજારમાં જોવા મળી અસર
➡હર ઘર જલ- 2024 સુધીમાં સૌને મળશે પીવાનું પાણીઃ સિતારમન્
જળશક્તિ મંત્રાલય થકી દરેકને પીવાનું પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરાશે
➡માર્કેટમાં એકાએક કડાકો : જુલાઈમાં રજૂ થયેલ બજેટના દિવસે માર્કેટે આજ સુધી ક્યારેય પોઝીટીવ ક્લોઝિંગ નથી આપી પરંતુ, મોદી સરકાર આ પરંપરા પણ બદલશે તેવી સંભાવના હતી પરંતુ, બજારમાં એકાએક વેચવાલી જોવા મળી છે
➡પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશનાં તમામ પરિવારોને ઘર ઉપલબ્ધ કરાવવામાં આવશે
અત્યાર સધી 26 લાખ મકાનોનું નિર્માણ પૂર્ણ
➡એવિએશન સેક્ટર, મીડિયા, એનિમેશનમાં FDI અંગે વિચાર કરાશે
➡કૃષિ ક્ષેત્રમાં ખાનગી મૂડીરોકાણ વધારવા પ્રયાસ કરાશેઃ સિતારમન્
અન્નદાતાને ઉર્જાદાતા બનાવીશું
ઝીરો બજેટ ફાર્મિંગને પ્રોત્સાહન અપાશે
દાળના ઉત્પાદન મામલે ભારત આત્મ નિર્ભર બનશે
➡વાંસ અને મધ ઉછેર કેન્દ્ર માટે સ્પેશ્યિલ ક્લસ્ટર બનશે
➡વીમા ક્ષેત્રમાં 100% FDI
➡માછીમારો માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના
મત્સ્ય પાલન ઉદ્યોગ માટે માળખાંગત સુવિધાઓમાં થશે સુધારોઃ સિતારમન્
➡વર્ષ 2022 સુધી ગામડાંનાં તમામ પરિવારને વીજળી, ગેસ કનેક્શન : સિતારામન
➡Light for All: 2022 સુધી દેશના દરેક ગામડાને વીજળી આપવાનો લક્ષ્યાંક
➡અંતરિક્ષ ક્ષેત્રે ભારત વિશ્વમાં શક્તિશાળી દેશ તરીકે ઉભર્યો, સેટેલાઇટ લોન્ચ ક્ષમતામાં વધારો કરાશે
How to write table of 10 to 99 easily click here
No comments:
Post a Comment