સવાલ જવાબ


41)) કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ? -  
👉🏼ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ

42)) કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. -  
👉🏼કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

43)) કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? -  
👉🏼સાહેબ

44)) કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? -  
👉🏼જય જય ગરવી ગુજરાત

45)) કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે?
👉🏼 -  પ્રીતી સેનગુપ્તા

46)) કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? -
👉🏼  ડૉ. હંસાબેન મહેતા

47)) કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? -  
👉🏼જીતેન્દ્ર જટાશંકર રાવલ

48)) કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? -  
👉🏼ડૉ. મધુકર મહેતા

49)) કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે?
👉🏼-  રવિશંકર રાવળ

50)) કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? -
👉🏼 માધવસિંહ સોલંકી

51)) કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની  વ્યવસ્થા કરી આપી હતી? -  
👉🏼મહારાજા સયાજીરાવ ગાયકવાડ

52)) કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ? -  
👉🏼પાલનપુર

53)) કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની?
👉🏼સંતશ્રી આપા ગીગા બાપુ

54)) કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? -  
👉🏼મેકલેન્ડ

55)) કવાંટ મેળો કયાં ભરાય છે ?
👉🏼છોટા ઉદેપુર

56)) કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? -  
👉🏼શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ

57)) કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? -  
👉🏼નગીનાવાડી

58)) કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ? -
👉🏼  નાટ્યસંપદા

59)) કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? -  
👉🏼પાટણ

60)) કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે? -
👉🏼  ગુજરાત

No comments:

Post a Comment