*💉હેલ્થ ટીટ્બિટ્સ - મુકુન્દ મહેતા🔬*
********************************
ડાબે પડખે સૂઈ રહેવાના કેટલા બધા ફાયદા છે..! ડાબે પડખે સૂવાથી *કરોડના હાડકાં પર જોર ઓછું પડે* છે. જો તમને કમરનો દુ:ખાવો કાયમ રહેતો હોય તો *ડાબે પડખે સુવાથી કમરનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.*
✔
વૈજ્ઞાનિકો એ ઘણા બધા પ્રયોગો પછી શોધી કાઢ્યું છે કે તમારા *શારીરિક અને માનસિક આરોગ્ય* માટે તમે રાત્રે કઈ રીતે સૂઈ જાઓ છો તે સૌ કોઈએ જાણવું ખૂબ જરૃરી છે *..તમે કેટલા કલાક સૂઈ જાઓ છો* *અગત્યનું નથી પણ કેવી રીતે સૂઈ જાઓ છો તે અગત્યનું છે.*
છેલ્લા સંશોધન પ્રમાણે *જે લોકો ડાબે પડખે સૂઈ જાય છે તેઓ જમણે પડખે સૂઈ જનારા કરતાં વધારે તંદુરસ્ત બને છે* આ વાતનો ઉલ્લેખ આપણાં દેશના આયુર્વેદના પુરાણા *ગ્રંથ 'ચરક સંહિતા'*માં પણ કરેલો છે.
~~~~~~~~~~~~~~~~~~~~~
*રાત્રે પથારીમાં સૂઈ જાઓ ત્યારે ...*
*ડાબે પડખે સૂઈ રહેવાથી થતાં ફાયદા :*
~~~~~~~~~~~~~~~~~~~~~
✔
૧. તમારા *શરીરની 'લીમ્ફેટિક સિસ્ટમ' વધારે સક્રિય થાય* છે. જેની અસરથી *શરીરમાં (ખાસ કરીને મગજમાં) એકઠા થયેલા ઝેરી પદાર્થો (ટોકસીન્સ) અને બિનઉપયોગી કચરો 'લીમ્ફનોડ'ની મારફતે બહાર નીકળી જાય છે.*
✔
૨. હૃદયને ફાયદો થાય છે.ગ્રેવીટિને કારણે હૃદય મારફતે જુદા જુદા અંગોને લોહી પહોંચાડનારી *આર્ટરીમાં લોહીનું પરિભ્રમણ સારું થાય* છે અને લીમ્ફનોડ મારફતે હૃદય તરફ *લીમ્ફની નળીઓમાં લીમ્ફ સારી રીતે જાય છે.*
✔
૩. *હાર્ટ બર્ન (એસિડિટી) થતો અટકે*છે. ડાબે પડખે સુવાથી હોજરીમાંથી એસિડ અને *ખોરાકનો નહીં પાચન થયેલો ભાગ અન્નનળીમાં પાછો જતો નથી* એટલે *એસિડિટી થતી નથી.* હવે તમને *જ્યારે જ્યારે એસિડીટી જેવું લાગે ત્યારે થોડી વાર ડાબે પડખે સૂઈ રહેજો.* એસિડીટીનાં લક્ષણો ઓછા થઈ જશે.
✔
૪. ડાબે પડખે સૂઈ જવાથી તમારી હોજરી અને પેંન્ક્રિયાસ પેટમાં થોડા ઊંચે રહેવાથી *હોજરીના પાચક રસો અને પેંન્ક્રિયાસમાંથી નીકળતા એંન્ઝાઈમને કારણે લીધેલા ખોરાકનું પાચન સારી રીતે થાય છે એટલે કે પાચન શક્તિ સુધરે છે.* ડાબે પડખે સૂઈ જવાથી *ખોરાકનું પાચન થયા પછી વધેલો નકામો કચરો મોટા આંતરડામાંથી મળાશયમાં સરળતાથી જાય છે.* આને કારણે તમે સવારે ઉઠો કે તમારે મળત્યાગ (હાજત)માટે જવું પડે છે.
✔
૫. ડાબે પડખે સૂઈ જવાથી તમારી *કરોડના હાડકાં પર જોર ઓછું પડે છે. આને કારણે જો તમને કમરનો દુ:ખાવો કાયમ રહેતો હોય તો ડાબે પડખે સુવાથી કમરનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.*
✔
૬. *ગર્ભવતી સ્ત્રી ડાબે પડખે સુઈ જવાનું રાખે તો તેને થતો કમરનો દુ:ખાવો તો ઓછો થઈ જશે* પણ સાથે-સાથે લિવર પર ગર્ભાશયનું દબાણ નહીં આવવાથી *લોહીનું પરિભ્રમણ સારી રીતે થશે જેનો લાભ ગર્ભાશય, તેમાં રહેલા ગર્ભ અને કિડનીને મળશે.*
✔
૭. તમારી સ્પ્લીન (બરોળ) એક મોટી લીંફ ગ્લેન્ડ છે. તમારા *શરીરની ડાબી બાજુએ* છે, ડાબી બાજુએ સૂઈ જવાથી તેમાં એકઠો થયેલો કચરો જલ્દી નીકળી જવાથી તમારા *શરીરમાં સ્ફૂર્તિ આવે છે.*
✔
૮. ડાબે પડખે સૂઈ જવાથી *નસકોરાં બોલતા બંધ થઈ જશે* કારણ તમારી શ્વાસ નળી ઉપર થતું તમારી જીભના અને ગળાના સ્નાયુનું દબાણ ઓછું થઈ જશે.
✔
૯. ડાબે પડખે સૂઈ જવાથી તમારા મગજમાં એકઠા થયેલા ટોક્સીન પદાર્થ સરળતાથી નીકળી જાય છે એટલે તમે જ્યારે સવારે પથારીમાંથી ઊઠો છો ત્યારે તમને એકદમ સ્ફૂર્તિ લાગે છે.
*- મુકુન્દ મહેતા*
No comments:
Post a Comment