આજે 'ટિચર્સ ડે' નિમીતે કંઇકને કંઇક શીખવી જનાર એ દરેક વ્યક્તિને કૃતજ્ઞતા સહિતની હ્રદયાજંલી.
- આંગળી પકડીને ચાલતા શીખવનાર અને સંસ્કારનું સિંચન કરનારા માતા-પિતાને.
- બાળમંદિરમાં કક્કાનો 'ક' અને 'એકડે એક' ઘુંટાવીને અક્ષરજ્ઞાનનો પાયો નાંખનાર શિક્ષકને.
- પેન્સિલની અણી તુટી જાય તો સંચાથી કઇ રીતે છોલવી તે શિખવનાર એ સહવિદ્યાર્થીને.
- પેન્સિલનાં બે ટુકડા થઇ ગયા પછી તુટેલા હ્રદયને બે ટુકડાને બન્ને બાજું છોલીને ચાર ભાગનો પણ ઉપયોગ થઇ શકે એ કળા શિખવનાર અને હ્રદયને ખિલવનાર એ સહવિદ્યાર્થીનીને.
- જીવનમાં થનારી ભુલોને સુધારીને ભુંસી પણ શકાસે એ શિખવનાર ઇરેઝરને.
- વિશ્રામનું મહત્વ સમજાવનાર એ રિશેષને.
- અન્ય સહવિદ્યાર્થી સાથે થયેલી ચણભણમાં હસ્તક્ષેપ કરીને ખભ્ભે હાથ મુકીને પક્ષ સ્પષ્ટ કરીને મિત્રતા શીખવનાર એ દોસ્તને.
- સહવિદ્યાર્થી સાથે કબડ્ડી રમતા તેને પગ ખેંચીને પછાડી દીધા પછી ઉભા કરવા માટે તેને લંબાવેલા હાથની ખેલદિલીને.
- મેં પાછળથી કેરિયર પકડેલ છે એમ કહીને ધક્કો મારીને છોડી દેનાર એ સાઇકલ શિખડાવનારને.
- સાથે ભણતી સહવિદ્યાર્થીની ની છેડછાડ કરનારને પરિકર મારી લીધા પછી 'હાથ પડે એ જ હથિયાર' ની શિખવા મળેલી સર્વશ્રેષ્ઠ યુદ્ધકળાને.
- નિશાળથી છુટ્ટીને જતાં રસ્તામાં આવતા આંબા પર પત્થરનાં એક જ ઘા થી કેરી પાડવાની અચુક નિશાનબાજી શિખવતા એ દોસ્તને.
- ભુલથી એ પત્થર નિશાન ચુકે અને મકાનમાલિક બહાર નિકળે ત્યારે હાથમાં હાથ પકડીને લાંબી દોડ અને કંપાઉન્ડની વોલ એક જ કુદકે કુદતા શિખવનાર એ દોસ્તને.
- નવી લાગેલી ફિલ્મને પ્રથમ દિવસ પ્રથમ શો જોવા માટે બનાવેલી 'ગુટલી' નામની તરકિબ શિખવનાર એ દોસ્તને.
- ટિકીટનાં પૈસા ન હોય ત્યારે બીજી વખત તુ આપી દેજે એવો હસતા હસતા જીવનનો હિસાબ-કિતાબ શિખવનાર દોસ્તને.
- મોટરસાઇકલની કીક મારતા અને ઘોડેસવારી માટે પેંગડામાં પગ ભરાવતા અને હ્રદયમાં હિંમત ધરાવતા શિખવનારને.
- ચોવિસ કલાક મોબાઇલનાં એપ્લિકેસનની આંટીઘુંટીને સમજવામાં બગાડ્યા હોય અને એક જ સેકન્ડમાં એ એપ્લિકેસન કંઇ જ ઉપયોગી કે મહત્વનું નથી એમ કહીને અનઇન્સ્ટોલ કરી આપનાર એ એલ.કે.જીનાં વિદ્યાર્થીને.
- વિશ્ર્વાસઘાત કરીને ભરોસાનું અને વફાદારીનું મુલ્ય શિખવનારને.
- જેને ટીકીટીકીને એકધારી જોવી ગમતી હોય એ જ વિદ્યાર્થીની નજર મેળવવાને બદલે ત્રાસી આંખે જોઇને કાગળનાં ડુચામાં સમય અને સ્થળનો ઘા કરીને જતી રહે અને પ્રેમ તો આવી રીતે છાના-છપના જ થાય એ શિખવનાર સુંદરીને.
- એકને એક મળે તો પણ એક થાય અને એક વતા એક એટલે બે થાય પણ બેમાંથી એક બાદ થતાં એક નહીં પણ શુન્ય રહે એ ગણિત-રહસ્ય શિખવનાર સહવિદ્યાર્થિનીની સાથે માણેલી એ મુગ્ધાઅવસ્થાને.
- પસ્તીમાં વિંટેલા શિંગ-દાળીયાને ખાતા-ચાવતા એ મેગેઝિનનાં પાનાને વાંચતા વાંચતા પાઠ્ય-પુસ્તકો સિવાઇ પણ ઘણુંબધુ વાંચવા જેવું હોય છે એ શિખવીને લાયબ્રેરીનાં પ્રથમ પગથીયાનો રસ્તો ચિંધનાર એ ફાટેલા કાગળને.
- દુશ્મનોએ કરેલા પ્રહાર જ વધારે મજબુત બનાવે છે એટલે એ દુશ્મનોને.
- એક સમયે સંવેદન,લાગણી અને જોડાયેલી વ્યક્તિની કાળજી લેવાનાં ભાવથી ભરેલા હ્રદય સાથે રૂક્ષ વ્યવહાર કરીને કઠોર બનાવનાર એ રુક્ષતાને.
- નિષ્ફળતા એ જ સફળતા મેળવવાનું પ્રથમ પગથીયુ છે એટલે એ પ્રયત્નને.
શીખવાની પ્રક્રિયા સતત,નિરંતર થતી રહેતી ક્રિયા છે. સમય પણ શિક્ષક છે,દરેક ક્ષણ શીખવે છે.
જાણતા-અજાણતા,પ્રત્યક્ષ-પરોક્ષ કંઇકને કંઇક શિખવી ગયેલા એ તમામ શિક્ષક અને ક્ષણને હ્રદયાજંલિ...
અને મને ગવઁ છે કે હુ શિક્ષક છુ.
THANKS FOR VISITING
મને ગવઁ છે કે હુ શિક્ષક છુ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment