ગુજરાતી પ્રશ્નોતરી ભાગ - 7

1. ગુજરાતનું કયું શહેર જૈન કળાના તૈલચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે ?-પાટણ
2. શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારક કયા આવેલું છે ?-નારેશ્વર (વડોદરા જીલ્લો)
3. સરદાર સરોવર યોજનાનો શિલાયન્સ કોણે અને ક્યારે કર્યો હતો ?-જવાહરલાલ નહેરુએ , 1962માં
4. ડુંગરદેવ કોનું લોકનૃત્ય છે ?-ડાંગના આદિવાસીઓનું
5. મગફળીનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં લેવાય છે ?-જૂનાગઢ
6. રવેચીનો મેળો ક્યાં ભરાય છે ?-કચ્છમાં
7. ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ?-સીદી
8. ગુજરાતમાં લાલરંગનો ડોલેમાઈટ આરસ ક્યાં જોવા મળે છે ?-છુછાપુરા
9. પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું ?-દૂધિયું તળાવ
10. સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે તે ભાગને શું કહે છે ?-કોપાલીની ખાડી
11. સૌરાષ્ટ્રના પેરિસ તરીકે કયું શહેર ઓળખાય છે ?-જામનગર
12. ઘેલો પર સ્વામિનારાયણ સંપ્રદાયનું કયું સ્થળ આવેલું છે ?-ગઢડા સ્વામીનારાયણ
13. જૈનોનું યાત્રાધામ મહુડી કઈ નદીના કિનારે આવેલું છે ?( ગાંધીનગર જિલ્લો)- સાબરમતી
14. અલીયાબેટ કઈ નદીના મુખમાં રચાયેલો ટાપુ છે ?-નર્મદા
15. વાગડ તરીકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં છે ?-કચ્છ
16. ગુજરાતનું ટુરિઝમ ડીપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે ?-સાપુતારા
17. ચરોતર તરીકે પ્રખ્યાત વિસ્તાર કઈ બે નદીઓની વચ્ચે આવેલો છે ?-મહી અને શેઢી
18. સાબરમતી નદી કયાથી નીકળે છે ?-રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી
19. વઢવાણ કઈ નદીના કિનારે આવેલું છે ? (સુરેન્દ્રનગર)-ભોગાવો
20. ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં આવેલો છે ?-આબાડુંગરમાં
21. ઘોઘા બંદર કયા જિલ્લામાં આવેલું છે ?-ભાવનગર
22. ગોપી તળાવ કયા આવેલું છે ?-બેટદ્વારકા
23. ઇસબગુલ, જીરૂ અને વરિયાળીના ગંજ માટે કયું શહેર જાણીતું છે ?-ઊંઝા
24. સાળંગપુર શાના માટે પ્રખ્યાત છે ? (બોટાદ જીલ્લો)-હનુમાનજી મંદિર
25. ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલો છે ?-ગાંધીનગર
26. કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે ?-ભરૂચ
27. ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી પ્રાગ ઈતિહાસ સમયના હાથી અને શૃંગ જેવા પ્રાણીઓના અશ્મિઓ મળી આવ્યા છે ?-પીરમબેટ
28. ડુમ્મસ પ્રવાસધામ કયા જિલ્લામાં છે ?-સુરત
29. પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે ?-રાજકોટ
30. ગુજરાતનો કયો જિલ્લો ‘ યુકેલિપ્ટસ ડીસ્ટ્રીક ‘ તરીકે જાણીતો છે ?-ભાવનગર
31. હાથબ શેના માટે જાણીતું છે ? ( ભાવનગર જીલ્લો)-કાચબા ઉછેર કેન્દ્ર
32. હેમુ ગઢવી નાટ્યગૃહ કયા શહેરમાં છે ?-રાજકોટ
33. હંસાબેન મહેતા પુસ્તકાલય કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે ?-મહારાજા સયાજીરાવ યુનિ.
34. ગીરના માલધારીઓનું પરંપરાગત રહેઠાણ કયા નામે ઓળખાય છે ?-ઝોંક
35. ગુજરાતમાં જામનગર નજીક સૈનિકશાળા ક્યાં આવેલી છે ?-બાલાછડી
36. જેસલ તોરલની સમાધિ કયા શહેરમાં આવેલી છે ?-અંજાર ( કચ્છ જિલ્લો)
37. ક્રિભકોનું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે ?-હજીરા (સુરત જિલ્લો)
38. ગુજરાતનું સૌથી મોટું વિદ્યુતમથક કયું છે ?-ધુવારણ (આણંદ જિલ્લો)
39. સૌથી વધારે દાડમનો પાક ગુજરાતના કયા જિલ્લામાં થાય છે ?-ભાવનગર
40. બટાટા સંશોધન કેન્દ્ર કયા આવેલું છે ?-ડીસા (બનાસકઠા જીલ્લો)
41. પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યાં આવેલી છે ?-વડોદરા
42. ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે ?-નૌલખા મહેલ
43. તરણેતરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે ?-સુરેન્દ્રનગર
44. ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે ?-અમરેલી
45. નાગરોના કુળદેવ હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ શિવાલય ક્યાં આવેલું છે ?-વડનગર (મહેસાણા જિલ્લો)
46. ધીર્ણોધર ડુંગર કયા જિલ્લામાં છે ?-કચ્છ
47. માધાવાવ ક્યાં આવેલી છે ?-વઢવાણ સિટી (સુરેન્દ્રનગર)
48. હઠીસિંહનું મંદિર કયા ધર્મનું છે ?-જૈનધર્મનું
49. ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયા ભરાય છે ?-વૌઠા
50. કયા વૃક્ષના પાન બીડી ઉદ્યોગ માટે ઉપયોગી છે ?-ટીમરૂના પાન

No comments:

Post a Comment