ગુજરાતી પ્રશ્નોતરી ભાગ - 1
1. ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છ?-કચ્છ
2. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?-સુરત
3. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ? ( સંખ્યાની દ્રષ્ટિએ)-અમદાવાદ
4. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ?(સંખ્યાની દ્રષ્ટિએ)-ડાંગ
5. વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ?-નવમો
6. દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે ?-દક્ષિણ સૌરાષ્ટ્ર
7. ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ?-3 (આહવા,સુબીર,અને વઘઈ)
8. અટિરા શાના માટે જાણીતું છે ?-કાપડ સંશોધન
9. બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે ?-સિપ્રી અને બાલારામ
10. શિયાળ બેટ જિલ્લા કયા જિલ્લામાં છે ?-અમરેલી
11. બનાસકાઠા જિલ્લાની પશ્ચિમે આવેલા અર્ધ રણવિસ્તાર કયા નામે ઓળખાય છે ?-ગોઢા
12. કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય છે ?-કાનમપ્રદેશ
13. ગુજરાતમાં મોરધારના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે ?-ભાવનગર
14. ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ કયા બે બંદર પર છે ?-સચાણા અને અલંગ
15. ગુજરાતમાં ઈફકોના પ્લાન્ટ કયા આવેલો છે ?-કલોલ અને કંડલામાં
16. ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?-બનાસકાંઠા જિલ્લામાં
17. ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે કેટલા જિલ્લા હતા ?-17
18. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?-રાજપીપળા
19. ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લા માં થાય છે ?-વલસાડ
20. ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ?-મોરબી
21. માત્ર 1 મતદાતા માટેનું મતદાનમથક બાણેજ કયા મતવિસ્તાર હેઠળ આવે છે ?-ઊના
22. ડાકોરમાં કયું આવેલું તળાવ છે ?-ગોમતી તળાવ
23. દૂધ સરિતા ડેરી કયા શહેરમાં છે ?-ભાવનગર
24. ગુજરાતનો સૌથી મોટો બોટાનિકાલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે ?-ડાંગ (વઘઈ)
25. કયું સ્થળ હિંદુ-મુસ્લિમ ધર્મ અને સંસ્કૃતિના સમન્વય માટે જાણીતું છે ?-પીરાણા
26. કચ્છના રણના જંગલી ગધેડાને શું કહે છે ?-ઘુડખર
27. ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ કયા સ્થળે આવેલો છે ?-દંતાલી
28. સમેતશિખર કયા ધર્મનું તીર્થધામ છે ?-જૈન
29. ડાંગમાં હોળી કયા નામે ઓળખાય છે ?-શિગમા
30. ગુજરાતમાં કયા જિલ્લામાં ખેતી હેઠળ ની જમીન સૌથી વધુ છે ?-બનાસકાંઠા
31. અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાતનું કયું પ્રખ્યાત તીર્થધામ આવેલ છે ?-અંબાજી
32. મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે ?-વાવ તાલુકાના ઠાકોરોનું (બનાસકાઠા જીલ્લો)
33. ગિરનારનું સૌથી ઊંચું શિખર કયું છે ?-ગોરખનાથ
34. કયા પ્રદેશમાં ઊચા પ્રકારનું ઘાસ થાય છે ?-બન્ની
35. મીરાંદાતાર કઈ નદીના કિનારે છે ?-પુષ્પાવતી
36. વાગડનો વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં છે ?-કચ્છ
37. મુક્તેશ્વર સિંચાય યોજના કઈ નદી પર છે ?-સરસ્વતી
38. તાનારીરીની સમાધિ કયા આવેલી છે ?-વડનગર (મહેસાણા જીલ્લો)
39. કઈ નદી વઢવાણ અને સુરેન્દ્રનગર ને જુદા પડે છે ?-ભોગાવો
40. વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે ?-પાવાગઢમાં
41. ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયા સ્થાપવામાં આવ્યું હતું ?-બારડોલી
42. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?-ભાદર
43. ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલા હે ?-5
44. અકીકની નમૂનેદાર વસ્તુઓ ક્યાં બને છે ?-ખંભાત (આણંદ જિલ્લો)
45. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયા આવેલો છે ?-વઘઈમાં (ડાંગ જિલ્લો )
46. રવેચીનો મેળો કચ્છના કયા તાલુકામાં ભરાય છે ?-રાપર
47. સુમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે ?-સુરત
48. સિપુ કયા જિલ્લાની નદી છે ?-બનાસકાઠા
49. જિલ્લાઓની નવરચના થયા બાદ ગુજરાતના કેટલા જિલ્લા સમુદ્રકિનારો ધરાવે છે ?-15 જિલ્લા
50. કચ્છના અખાતના કાંઠે કયું બંદર સમગ્ર ભારતનું ‘મુકત વ્યાપાર વિસ્તાર’ ધરાવતું બંદર છે ?-કંડલા
No comments:
Post a Comment