આતો માણસ કહેવાય, બાહરથી પોતાનો, અંદરથી બીજાનો નીકળે

માણસને જરાં ખોતરો ,ને ખજાનો નીકળે.
સાચવી ને સંઘરેલો એક જમાનો નીકળે.
મળે કયાયક આખી જીંદગી જીવતી દટાયેલી ,
થાય બેઠી ,બસ એક જણ પોતાનો નીકળે.
જરૂરી નથી કે સીધા દેખાતા જ સારા હોય,
કદી કોઈ અડિયલ પણ,છે મજાનૌ નીકળે.
રખે માનસો, હૈવાનિયત હૈવાન જ કરે,
કદી, સજ્જનમાથીયે ઘણા ,શૈતાનો નીકળે.
ઘા , બધે જ મળે છે, ચાહે ગમે એને ખોતરો,
કદી બાહર, કદી અંદર , નિશાન તો નીકળે.
કાંઈ જ નક્કી નહિ, આતો માણસ કહેવાય,
બાહરથી પોતાનો, અંદરથી બીજાનો નીકળે. બાહરથી પોતાનો, અંદરથી બીજાનો નીકળે.

No comments:

Post a Comment